તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
હિંમતનગરમાં અધરાધાર વરસાદ ખાબકયોઃ નીચાણવાળા વિસ્તારોમાં જળમગ્નઃ ખેતરો અને સોસાયટીઓમાં પાણી ઘુસ્યા
છેલ્લા 24 કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો

અમદવાદઃ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ગત રાત્રે ધોધમાર વરસાદ નોંધાયો છે. ડિઝાસ્ટર ઓફિસના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અનેક ઘરોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
