News of Sunday, 31st August 2025
અમદાવાદના ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસે સઘન કોમ્બિંગ ઓપરેશન: ૧૦ લોકોની અટકાયત
ઓપરેશન દરમિયાન ગુનો કરવાની ટેવ ધરાવતા આરોપીઓના ઘરોની તપાસ કરવામાં આવી, જેમાંથી છરી જેવા ગેરકાયદે હથિયારો મળી આવ્યા

અમદાવાદ: અમદાવાદ શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે પોલીસે સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન ગુનો કરવાની ટેવ ધરાવતા આરોપીઓના ઘરોની તપાસ કરવામાં આવી, જેમાંથી છરી જેવા ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા.
પોલીસે આ તપાસ દરમિયાન શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને હથિયારોના આધારે કુલ 10 કેસ નોંધ્યા છે. આ કાર્યવાહીમાં જપ્ત કરાયેલા હથિયારોમાં છરીઓ અને અન્ય ઘાતક શસ્ત્રોનો સમાવેશ થાય છે, જેની સામે શસ્ત્ર અધિનિયમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ઝોન 6ના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઓપરેશનનો હેતુ ગુનાખોરીને રોકવા અને સામાજિક સુરક્ષા જાળવવાનો છે. આવા આરોપીઓ પર નજર રાખવા અને ગેરકાયદે પ્રવૃત્તિઓને અટકાવવા માટે આવા ઓપરેશન નિયમિત રીતે હાથ ધરવામાં આવશે.
આ કાર્યવાહીથી શહેરના આ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ તાત્કાલિક પોલીસને કરવા અપીલ કરી છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
