<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

પાટણ શહેરનમાં આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થયેલી તસ્‍વીરનો ભેદ ખુલ્‍યોઃ પોલીસે ૩ શખ્‍સોને દબોચ્‍યા

તસ્કરોએ મંદિરને નિશાન બનાવી 1.51 લાખની ચોરી કરી ફરાર થયા હતા

પાટણઃ  પાટણ શહેરનમાં આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહીર કરી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તસ્કરોએ મંદિરને નિશાન બનાવી 1.51 લાખની ચોરી કરી ફરાર થયા હતા. પોલીસે સીસીટીવી કેમેરા અને ખાનગી બાતમીને આધારે એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઇ ચોરીમાં ગયેલ 51,960 ની રોકડ કબજે કરી છે.
મંદિરની રેકી કરી હતી. આરોપીઓ મંદિર ચોરીઓને અંજામ આપવામાં માહીર હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે. ચોરીમાં સામેલ અન્ય એક ફરાર આરોપીને ઝડપવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરના આનંદેશ્વર મહાદેવ મંદિરમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ મામલે મંદિર પ્રશાસને પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી 3 લોકોને ઝડપી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે.

(11:36 AM IST)