તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 31st August 2025
વડોદરાના ડેસરમાં નદીઓમાં ઘોડાપુર આવતા વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું
ગળતેશ્વર ડેસરને જોડતો બ્રિજ બંધ કરાયોઃ નદી કિનારા ગામને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઇ

વડોદરાઃ વડોદરાના ડેસરમાં નદીઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. પાણી આવતા ગળતેશ્વર ડેસરને જોડતો બ્રિજ બંધ થયો છે. વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે. મહીસાગર નદીમાં 1.73 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. નદી કિનારા ગામને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના.
વણાકબોરી વિયરમાંથી સવારે 5:00 વાગે 99,798 ક્યુસેક પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. પાનમ ડેમ અને કડાણા ડેમમાંથી પાણી છોડાતા વણાકબોરી વિયરમાંથી મહીસાગર નદીમાં 1,73,118 કયુસેક પાણી છોડાવામાં આવ્યું છે. મહીસાગર નદીનું પાણી બ્રિજને છાલકો મારીને પસાર થઈ રહ્યું છે. તંત્ર દ્વારા ગળતેશ્વર ડેસરને જોડતો મહીસાગર ઉપરનો બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.
ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક જોવા મળી છે. હાલ નદીમાં પાણી છોડાય રહ્યું છે. નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. વરસડા, વાઘપુરા, જાંબુગોરલ, ઇટવાડ, ચાવડાના મુવાડા, નાની વર્ણોલી, ગામોને એલર્ટ કરાયા છે.
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
