News of Sunday, 31st August 2025
લુણાવાડાના મોતીપુરા ગામમાં શેઢીનદીમાંથી પ૩ વર્ષીય નટવરભાઇ ચાવડાનો મૃતદેહ મળ્યો
ભરાવાન ઘર પરત ફરતા વખત, તેઆ શેઢા નદીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. રાત્રે તેઓ ઘરે પરત ન ફરતાં, પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી

અમદાવાદઃ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોતીપુરા ગામના 53 વર્ષીય નટવરભાઈ ચાવડાનું શેઢી નદીમાં તણાઈ જવાથી દુઃખદ અવસાન થયું છે.
ભરાવાન ઘર પરત ફરતા વખત, તેઆ શઢા નદાના પ્રવાહમાં તણાઇ ગયા હતા. રાત્રે તેઓ ઘરે પરત ન ફરતાં, પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી.
બીજા દિવસે સવારે, મોતીપુરા ગામ પાસેથી પસાર થતી શેઢી નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
નદીમાં મૃતદેહ હોવાની જાણ થતાં, સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. નમનાર ચારણ ગામના ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ આ ઘટનાની જાણ લુણાવાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો અને પોસ્ટમોર્ટમ માટે કોઠંબા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
