<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સરદાર સરોવરના 5 ગેટ કરાયા બંધ: 10 દરવાજા મારફતે 1,45,353 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે

ડેમના 15 ગેટમાંથી 5 ગેટ બંધ કરીને 10 દરવાજામાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લાના નર્મદાનદીકાંઠા વિસ્તારના ગામોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સપાટીમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક 2,28,827 ક્યુસેક થઈ રહી છે. જેની સામે નર્મદા નદીમાં 1,45,353 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.87 મીટર છે. નર્મદા ડેમની ગત રોજ કરતા જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. નર્મદા ડેમના 15 ગેટમાંથી 5 ગેટ બંધ કરીને 10 દરવાજામાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

(12:10 PM IST)