<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

રાજ્યમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા:અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદનું એલર્ટ જાહેર

દક્ષિણનો દરિયાકાંઠો તોફાની થવાની હવામાન વિભાગે આગાહી કરી: આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 6 દિવસ ગુજરાતભરમાં ધોધમાર વરસાદ ખાબકી શકે છે. 31 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. તો 3 અને 4 સપ્ટેમ્બરે અનેક વિસ્તારોમાં અતિભારેનું એલર્ટ જાહેર કરાયું છે.

   આ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ધોધમાર વરસાદના એંધાણ વ્યક્ત કર્યા છે. આ સાથે 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

 

 31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. દક્ષિણનો દરિયાકાંઠો તોફાની થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

(12:25 PM IST)