<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 134 તાલુકાઓમાં વરસાદ : સૌથી વધુ હાલોલમાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો

ઉમરેઠ 4.72 ઈંચ વરસાદ, કડાણા 4.33 ઈંચ, સંતરામપુર 4.29 ઈંચ વરસાદ, શહેરા 4.13 ઈંચ, મોરવા હડફ 3.31 ઈંચ વરસાદ, બોરસદ 3.07 ઈંચ, વરસાદ

અમદાવાદ :દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, દાહોદના સિંગવડમાં રવિવારે (31મી ઓગસ્ટ) સવારથી વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં અઢી ઈચ વરસાદ વરસ્યો હતો. જ્યારે અમદાવાદમાં 1.54 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે દાહોદમાં પણ 1.3 ઈંચ વરસાદ પડ્યો હતો. 

 

હાલોલ 9.84 ઈંચ, ઉમરેઠ 4.72 ઈંચ વરસાદ, કડાણા 4.33 ઈંચ, સંતરામપુર 4.29 ઈંચ વરસાદ, શહેરા 4.13 ઈંચ, મોરવા હડફ 3.31 ઈંચ વરસાદ, બોરસદ 3.07 ઈંચ, નેત્રંગ 2.83 ઈંચ વરસાદ, ઈડર 2.72 ઈંચ, સંજેલી 2.68 ઈંચ વરસાદ, ઘોઘંબા 2.4 ઈંચ લીમખેડા 2.4 ઈંચ વરસાદ, ભિલોડા 2.36 ઈંચ ઝઘડીયા 2.28 ઈંચ વરસાદ, ખેડબ્રહ્મા 2.09 ઈંચ જાંબુઘોડા 2.01 ઈંચ વરસાદ, સાગબારા 1.97 ઈંચ થરાદ 1.85 ઈંચ વરસાદ, ઉમરગામ 1.77 ઈંચ વડાલી 1.69 ઈંચ વરસાદ, ડીસા 1.61 ઈંચ સાવલી 1.57 ઈંચ વરસાદ ઓલપાડ અને કામરેજ 1.57 ઈંચ વરસાદ, નોંદોદ અને ધનપુર 1.54 ઈચ વરસાદ, સિનોર 1.5 ઈંચ ડેડીયાપાડા 1.5 ઈંચ વરસાદ, તિલકવાડા 1.46 ઈંચ ફતેપુરા 1.42 ઈંચ વરસાદ,વલસાડ 1.38 આણંદ 1.26 ઈંચ વરસાદ, ક્વાંટ 1.26 ઈંચ બોડેલી 1.26 ઈંચ વરસાદ, ધાનેરા 1.26 ઈંચ સિંગવડ 1.22 ઈંચ વરસાદ, આંકલાવમાં પણ 1.18 ઈંચ વરસાદ વરસ્યો હતો 

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી

(12:42 PM IST)