તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદમાં: વિવિધ વિકાસલક્ષી કાર્યોની આપી ભેટ
ચાંદલોડીયા ખાતે વંદેમાતરમ અર્બન હેલ્થ સેન્ટરનું કર્યુ લોકાર્પણ, ભદ્રાકાળી માતાજીના મંદિરે દર્શનનો લાભ લીધો, લાલ દરવાજા સરદાર બાગનું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમદાવાદમાં અનેક વિકાસના કાર્યોનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાંદલોડિયા ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણથી આરોગ્ય સેવામાં વધારો થયો છે. વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઓગણજ, ચાંદલોડિયામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છે. રાણીપ અને નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી છે. ભદ્રકાળી માતાના દર્શનાર્થે અમિત શાહ જશે. લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઘાટલોડિયામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વૃક્ષારોપણમાં હાજરી આપી હતી.
11 વાગ્યે રાણીપમાં વૃક્ષારોપણમાં હાજરી, ત્યારબાદ નવા વાડજમાં વૃક્ષારોપણમાં હાજરી આપી હતી. ત્યારબાદ અમિત શાહે ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા હતા, લાલ દરવાજામાં સરદાર બાગનું લોકાર્પણ કર્યા બાદ હવે ઘાટલોડિયામાં વૃક્ષારોપણમાં હાજરી આપી હતો.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
