તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 31st August 2025
સાબરકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મેશ્વો નદીમાં આવ્યુ ઘોડાપુરઃ બ્રિજ પાણીમાં ગરકાવ
છેલ્લા ત્રણ દિવસથી મેશ્વો નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે

અમદાવાદઃ સાબરકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. તલોદના આંતરોલી નજીક મેશ્વો નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી મેશ્વો નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
રામપુરાથી આંતરોલી તરફ જતો ડીપ બ્રિજ પાણીમાં ગરક થઈ ગયો છે. બ્રિજ પરથી પાણી વહેતા થતાં આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આમ છતાં, કેટલાક લોકો જીવના જોખમે પણ ત્યાંથી પસાર થતા જોવા મળ્યા હતા, જે ચિંતાનો વિષય છે.
તંત્ર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે આવા જોખમી રસ્તાઓ પરથી પસાર ન થવું જોઈએ. જોકે, ઘણા લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે. ઘણી વખત આ જ બેદરકારીના કારણે અનેક લોકો તેનો ભોગ પણ બનતા હોય છે, જે ગંભીર પરિણામો નોતરે છે.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
