<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

વિરમગામ ખાતે ગણેશ મહોત્સવમાં ૫ થી ૧૮ વર્ષના બાળકોની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ

રસ્સા ખેંચ સ્પર્ધા વિજેતા બાળકોને ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા વિરમગામના પંચમુખી હનુમાન ચાર રસ્તા પાસે વિકસિત અને સ્વચ્છ વિરમગામના સંકલ્પ સાથે આયોજીત ગણેશ મહોત્સવમાં ૫ થી ૧૮ વર્ષના બાળકોની રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઇ હતી . વિરમગામ ખાતે આયોજિત બાળકોની રસ્સા ખેંચ સ્પર્ધા વિજેતા બાળકોને ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ દિવસે ભગવાન શ્રી ગણેશજીની આરતીમાં વિરમગામ તાલુકાના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, ભાજપની ટીમ તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનોએ સ્પર્ધા નિહાળવાની સાથે ભગવાન શ્રી ગણેશજીના દર્શનનો લાભ લીધો હતો.

(5:14 PM IST)