તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 31st August 2025
શું સૌરભભાઈ પટેલ પણ હવે રાજકારણમાં સક્રિય થશે ?: લાઠીદડ ગામે મિટિંગ કરતા અટકળને વેગ
બોટાદમા કાર્યકરો સાથે એક આશ્રમમાં મીટીંગ કર્યા બાદ પાળીયાદની પ્રખ્યાત વિસામણબાપુની જગ્યામાં જઈ ઉમાબાના આશીર્વાદ લીધા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર : રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને બોટાદના પૂર્વ ધારાસભ્ય સૌરભભાઈ પટેલ પણ રાજકારણમાં ફરી સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.
બે દિવસ પહેલા તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે બોટાદમા કાર્યકરો સાથે એક આશ્રમમાં મીટીંગ કર્યા બાદ પાળીયાદની પ્રખ્યાત વિસામણબાપુની જગ્યામાં જઈ ઉમાબાના આશીર્વાદ લીધા હતા.
આ ઉપરાંત બોટાદના રાજકારણનું હબ ગણાતા લાઠીદડ ગામે પણ તેમણે મીટીંગ કરી હતી જોકે આ મીટીંગ થોડી વિવાદાસ્પદ રહી હતી કારણ કે આ મીટીંગમાં ભાજપના વફાદાર અને સંઞઢનનાં મોટા ભાઞના આઞેવાનો અને કાર્યકરો મીટીંગમાં ઞેર હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખની છે કે વિસાવદરની પેટા ચૂંટણી બાદ ગોપાલ ઇટાલીયા ભાજપ તરફી રહેલા પાટીદાર મતોનું વિભાજન ન કરે એ માટે ભાજપ દ્વારા જુના ભાજપના પાટીદાર નેતાઓ કે જેવો હાલ જૂથવાદના કારણે ભાજપમાં નિષ્ક્રિય થઈ ગયા છે તેમને સક્રિય કરવા માટે ભાજપ દ્વારા રાજ્યભરમાં આવા પાટીદાર નેતાઓને ફરી સક્રિય કરવા અભિયાન હાથ ધર્યું છે જેના ભાગરૂપે સૌરભભાઈ પટેલ પણ બોટાદમાં સક્રિય થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચા રહ્યું છે.
(5:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
