<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો સંકલ્પ: 2 વર્ષમાં પૂર્ણ કરાશે

"ડાંગ પ્રયાગ હનુમાન યાગ' નામ અપાયું :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડાંગ નડગખાદી, ચિચીનાગાવઠા અને કુડકસ ખાતે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ પિંપરી ખાતે રાખવામાં આવ્યો

ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ઉઠાવ્યો છે. જેને "ડાંગ પ્રયાગ હનુમાન યાગ' નામ આપવમાં આવ્યું છે. 311  પૈકીના 151 મંદિરો તૈયાર થઇ ગયા છે અને બાકીના આવનારા 2 વર્ષમાં પૂર્ણ થવાની તૈયારીમાં છે.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઇ ધોળકિયાએ ડાંગ જિલ્લાના 311 ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે, જે પૈકી 151 મંદિર તૈયાર થઇ ગયા છે.  રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ડાંગ નડગખાદી, ચિચીનાગાવઠા અને કુડકસ ખાતે મંદિરના લોકાર્પણ કાર્યક્રમ પિંપરી ખાતે રાખવામાં આવ્યો હતો. 

  અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના તમામ 311 ગામોમાં મંદિરો બનવવાના સંકલ્પ બાબતે ગોવિંદભાઇ ધોળકિયાએ કહ્યું કે 2017માં અમે અને પી.પી.સ્વામીજી કારમાં એક ગામથી પસાર થતા હતા ત્યાં હનુમાનજીની મુર્તિ ઉપર નજર પડી જે ખુલ્લા આકાશમાં ઝાડના ટેકે ઉભેલી હતી. આ મુર્તિને જોઈ મેં કહ્યું કે, “સ્વામીજી, આપણા ભગવાન આ રીતે દેખાય તે કેટલું યોગ્ય કહેવાય, આમ વિચારીને ડાંગ જિલ્લાના 311 ગામમાં શકય હોય ત્યાં હનુમાનજીના મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આજે ડાંગના મોટાભાગે ગામોમાં એક સરખા મંદિર બનાવીને લોકોમાં એકતા વધે ધર્મપ્રત્યે જાગૃતતા આવે તેવી ભાવના સાથે મંદિર નિર્માણ ચાલી રહ્યું છે. 

આ મંદિરોમાં તબક્કાવાર 22માં લોકાર્પણ કાર્યક્રમમાં 144 થી 151 મંદિરના લોકાર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું, આ પ્રસંગે અયોધ્યા રામમંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શહેરમાંથી આદિવાસી વિસ્તારમાં આવીને 151 મંદિર નિર્માણ અને લોકાર્પણ માટે રાજ્યપાલ આચાર્ય દેવવર્તએ ગોવિંદભાઇ ધોળકીયાનો આભાર માન્યો હતો. સાંસદ ધવલ પટેલે મંદિર લોકાર્પણના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો.

(7:11 PM IST)