<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસ્યો : નિચાણવાળા અનેક વિસ્તારમાં પાણી ભરાયા

તલોદ પાસે મેશ્વો નદી બેકાંઠે વહી :આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીની આવક: કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો

સાબરકાંઠાના પ્રાંતિજમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા, બજાર વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને હનુમાન મંદિર, સબજેલ, એપ્રોચરોડ પર પાણી ભરાયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં બજારમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે જેમાં કોઈ ફેરફાર નથી

   બીજીતરફ સાબરકાંઠાના તલોદ પાસે મેશ્વો નદી બેકાંઠે વહી રહી છે, આંત્રોલી નજીક મેશ્વો નદીમાં પાણીની આવક થઈ છે, કોઝવે ઉપર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે અને રામપુરાથી આંત્રોલી જવાના રસ્તે પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, ઉપરવાસમાંથી પાણી છોડાતા પાણીની આવક થઈ છે, ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 

(7:13 PM IST)