તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 31st August 2025
સુરત પોલીસ એક્શનમાં :સંવેદનશીલ વિસ્તારમાં કાફલા સાથે ફ્લેગમાર્ચ કરતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત
શહેર sog, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ત્રણ અલગ અલગ ટીમો સાથે ફ્લેગ માર્ચ કરી

સુરત : આગામી ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ સુરત પોલીસ એક્શનમાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જાતે મુલાકાત લીધી હતી. શહેર sog, ક્રાઈમ બ્રાન્ચ, સ્થાનિક પોલીસની ત્રણ અલગ અલગ ટીમો સાથે ફ્લેગ માર્ચ કરી હતી. રેપિડ એકશન ફોર્સ અને સેન્ટ્રલ પેરામિલિટ્રી ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી.
સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ સહિત અઠવા વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું. પોલીસના પાંચસો માણસો સાથે.પોલીસ કમિશ્નરે જાતે પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કર્યું. અલગ અલગ ગણેશ પંડાલોમાં ભગવાન ગણેશની આરતી પણ કરી હતી.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
