<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

વડોદરામાં ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનાને લઈને વધુ ત્રણ આરોપીઓને અજમેર પોલીસે ઝડપ્યા

માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાનથી મળતા ઝડપાયા

વડોદરામાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેકવાની ઘટનાને લઈને વધુ ત્રણ આરોપીઓને અજમેર પોલીસે ઝડપી પાડ્યા છે. માફિયા ગેંગના એડમિન સહિત ત્રણનું લોકેશન રાજસ્થાનથી મળતા ઝડપાયા છે. ત્રણનું લોકેશન અજમેર દરગાહ પાસેનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેયને લાવવા માટે વડોદરા પોલીસની ટીમ અજમેર ખાતે રવાના થઈ છે. માફિયા ગેંગના એડમીન જુનેદ, સમીર અને અનસને પકડી પાડવામાં આવ્યા છે.

(7:27 PM IST)