તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st August 2025
પાનમ ડેમના 8 દરવાજા 15 ફૂટ ખોલી 1,70,000 ક્યુસેક પાણી નદીમા છોડાયું
પાનમ નદીમાં નવા નીર આવતા નગરવાસીઓએ નવા નીરના વધામણા કર્યા

મહીસાગરના પાનમ ડેમમાંથી પાણી છોડાતા પાનમ નદી બે કાંઠે થવા પામી છે. ઉપરવાસમાં સતત થઈ રહેલી આવકના પગલે પાનમ ડેમના 8 ગેટ 15 ફૂટ ખોલવામાં આવ્યા છે. પાનમ ડેમના 8 ગેટ ખોલી 1,70,000 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે. પાનમ નદીમાં નવા નીર આવતા લુણાવાડા નગર વાસીઓ પાનમ નદી બે કાંઠે જોવા ઉમટ્યા હતા. પાનમ નદીમાં નવા નીર આવતા નગરવાસીઓએ નવા નીરના વધામણા કર્યા હતા. પાનમ નદી લુણાવાડા નગરમાં પીવાનું પાણી પૂરતું પડતી નદી છે જે લુણાવાડા માટે જીવાદોરી સમાન છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
