News of Sunday, 31st August 2025
ગાંધી-સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયાનો આક્ષેપ : વોટ ચોરી મામલે ગુજરાત કોંગ્રેસ આક્રમક:અમદાવાદમાં જાહેરસભા
કલેક્ટર કચેરી સામે મતદાર અધિકાર જનસભા યોજી : જાહેરસભામાં અમિત ચાવડા, મુકુલ વાસનિક, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર

અમદાવાદ :વોટ ચોરી મામલે ગુજરાત કોંગ્રેસ આક્રમક બનીને અમદાવાદમાં જાહેરસભા યોજી હતી. નવસારી લોકસભા વિસ્તારમાં વોટ ચોરીના આક્ષેપો બાદ અમદાવાદમાં જાહેરસભા યોજવામાં આવી હતી. કલેક્ટર કચેરી સામે મતદાર અધિકાર જનસભા યોજી હતી. આ જાહેરસભામાં અમિત ચાવડા, મુકુલ વાસનિક, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમરે કહ્યું કે, ગુજરાત ગાંધી અને સરદારના નામે પ્રખ્યાત હતું. ગાંધી-સરદારનું ગુજરાત વોટ ચોરના કારણે બદનામ થયું છે. જ્ઞાનેશકુમારનું નામ અજ્ઞાનેશકુમાર છે જે ચૂંટણીપંચના વડા છે. નિર્મલા સીતારમનના પતિ પણ કહે છે કે વોટ ચોરી ના થઈ હોત તો કોંગ્રેસ દેશ ઉપર રાજ કરતી હોત. પૂર્વ ચૂંટણી અધિકારીએ નિવેદન આપ્યું છે કે ભાજપ 140 બેઠક ઉપર સમેટાઈ જાત જો વોટચોંરી ના થઈ હોત તો.
વોટર અધિકાર જનસભામાં જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, રાહુલ ગાંધી બાદ અમિત ચાવડાએ વોટ ચોરી પકડી પાડી છે. સી આર પાટીલની બેઠક પર વોટ ચોરી પકડવામાં આવી છે. સી આર પાટીલને ચેલેન્જ છે કે તમારે જે ડંડો ચલાવવો હોય એ ચલાવો અમે તૈયાર છીએ. ઓલિમ્પિકના તાયફાઓ માટે એક લાખ લોકોના ઘર ના તોડી શકાય. જો એ ઘરો તોડવા તૈયાર હોય તો અમે ઘર બચાવવા તૈયાર છીએ
(7:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
