<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના : હાથમતી પીકપ વિયરમાં યુવક પાણીમાં ડૂબી ગયો

બી ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

સાબરકાંઠાના હિંમતનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. મહેતાપુરાના ખાડા વિસ્તારમાં રહેતો એક યુવક હાથમતી પીકપ વિયરમાં ગણેશ વિસર્જન કરતાં પાણીમાં ડૂબી ગયો હતો. પાંચ દિવસના ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ભક્તો આવ્યા હતા.

મોટી સંખ્યામાં વિસર્જન કરવા ભક્તોની વિયરમાં ભીડ જામી હતી. ચોમાસાની સિઝનમાં પીકપ વિયારમાં ભરપૂર પાણી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ખાસ વ્યવસ્થા ન કરવામાં આવતાં આ દુર્ઘટના સર્જાઈ હોય તેવું લોકો કહી રહ્યા હતા ઘટનાની  જાણ થતા બી ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

(8:45 PM IST)