<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

ખેડા જિલ્લામાં વાત્રક નદીમાં ઘોડાપૂર : જળસ્તર વધતા પહાડ ગામ નજીક જોખમી સ્થિતિ સર્જાઈ

જિલ્લા વહીવટી તંત્રએ નદી કાંઠાના ગામોના નાગરિકોને નદીની આજુબાજુ ન જવાની સૂચના આપી

ખેડા જિલ્લામાં વાત્રક નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સતત પાણીની આવકને કારણે વાત્રક ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવતાં નદી કાંઠે પાણી છલકાઈ રહ્યું છે. હાલ ડેમમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે નદીનું જળસ્તર વધતા પહાડ ગામ પાસે જોખમી પરિસ્થિતિ ઉભી થઈ છે.

લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્રએ નદી કાંઠાના ગામોના નાગરિકોને નદીની આજુબાજુ ન જવાની સૂચના આપી છે. પૂર જેવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેટલાક લોકો જીવના જોખમે નદીમાં માછીમારી કરતા જોવા મળ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

(8:46 PM IST)