<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

સરકારી હોસ્‍પિટલોમાં દવા-સાધનોની ખરીદીમાં જનઔષધિ સ્‍ટોર્સ જ વચેટિયાની ભૂમિકામાં

સ્‍ટોર્સ થર્ડ પાર્ટી પાસેથી સામગ્રી લઈ સરકારી હોસ્‍પિટલોને પૂરી પાડે છે : આરોગ્‍ય તંત્રની લાલઆંખઃ GMSCL દ્વારા દવા-સાધનોની ફરજિયાત ખરીદી કરવી પડશે

અમદાવાદ તા.૧: ગુજરાતની સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજજે હોસ્‍પિટલો, જિલ્‍લા અને સબ ડિસ્‍ટ્રિક્‍ટ હોસ્‍પિટલોમાં દવાઓ કે સાધનોની ખરીડી માટે જીએમએસીએલના રેટ કોન્‍ટ્રાક્‍ટ હોવા છતાં સ્‍થાનિક ખરીદી ક્રમાં આવી રહી છે. યોગ્‍ય ટેન્‍ડર વિના ખરીદી કરાઈ રહી છે, જનઔષધી સ્‍ટોરાંમાંથી જેનરિક વસ્‍તુઓ એટલે કે દવાઓ સિવાયની વસ્‍તુઓ ઈમ્‍પ્‍લાન્‍ટ તેમજ વિવિધ કિંટ મેળવાય છે, આ બાબતો સામે આવતાં રાજ્‍યના આરોગ્‍ય વિભાગે હોસ્‍પિટલોને રેટ કોન્‍ટ્રાક્‍ટનો ફરજિયાત ઉપયોગ કરવા માટે સ્‍પષ્ટ સૂચનાઓ આપી છે. કવાં સુધી માન્‍ય રેટ કોન્‍ટ્રક્‍ટ હોય ત્‍યાં સુધી તમામ સંસ્‍થાઓએ જીએમએસસીએલ દ્વારા દવાઓ, સાધનોની ફરજિયાત ખરીદી કરવી પડશે, રેટ કોન્‍સર હોય ત્‍યારે કોઈ સ્‍થાનિક ખરીદી કરી શકાશે નહિ. જો જીએમએસસીએલ દવાઓ સપ્‍લાય ન કરી શકે તો આ તંત્રને જાણ કરીને અથવા તો રેટ કોન્‍ટ્રાક્‍ટ પારક પાસેથી અથવા તો જનઔષધિ સ્‍ટોર્સમાંથી અસ્‍થાયી રીતે ખરીદી કરી શકાશે. આ ખરીદીનો જથ્‍થો ૧૫ દિવસથી વધુ ન હોવો જોઈએ, જો આ નિર્દેશોની ઐસીતૈસી કરારો તો શિસ્‍તભંગના પગવાં ભરવામાં આવશે અને અધિકારીઓને ભૂલ માટે વ્‍યક્‍તિગત રીતે જવાબદાર ગણાશે તેવી પણ ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે. જનઔષધિ સ્‍ટોર્સનો વચેટિયા તરીકે ઉપયોગ થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્‍યું છે. રાજ્‍યના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે હોસ્‍પિટલો દ્વારા દવાઓ અને સાધનોની થતી બારોબાર ખરીદી સામે લાલ આંખ કરવામાં આવી છે. આરોગ્‍ય વિભાગે પરિપત્ર જાહેર કરી સૂચનાઓ આપી છે, જેમાં કહેવાયું છે કે, જનઔષધિ સ્‍ટોર્સમાંથી ફક્‍ત જેનરિક દવાઓ પૂરતી જ દવાઓ મેળવવાની રહેશે, સાધનોની પ્રાપ્તિ માટે એજન્‍સી તરીકે ગણાશે નહિ. જેમ પોર્ટલ અથવા એનપ્રોક્‍યોર પર સમાંતર ટેન્‍ડર બહાર પાડવું આવશ્‍યક છે, ત્‍યાર બાદની ખરીદી જીએમએસસીએલ પાસેથી થવી જોઈએ. પોર્ટલ પર દર મહિને ઈન્‍ડેન્‍ટ અપડેટ સુવિધાનો ઉપયોગ કરવાનો રહેશે, જે દવાઓ કે સાધનો જીએમએસસીએલ દ્વારા સપ્‍લાય કરાતી નથી તે રોગી કલ્‍યાણ સમિતિના ભંડોળનો ઉપયોગ કરીને મેળવી શકાય છે, પણ તેમાં પારદર્શિતા જળવાવી જોઈએ તેવી પણ સ્‍પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આરોગ્‍ય તંત્રના આ નિર્દેશોની એસીનેસી કરાઈ તો શિસ્‍ત ભંગના પગલાં અને નિયમો વિરુદ્ધ દવા પ્રાપ્ત કરાઈ તો તમામ અધિકારીઓને ભૂલો માટે વ્‍યક્‍તિગત જવાબદાર ઠેરવાશે. તેમ અમદાવાદ સંદેશનો અહેવાલ જણાવે છે.(૩૮.૨૭)

 સમીક્ષા દરમિયાન શું ખામીઓ સામે આવી?

રેટ કોન્‍ટ્રાક્‍ટ છત્તા સ્‍થાનિક ખરીદી કરવી પીએમ જન ઔષધિ કેન્‍દ્રની પોટિયા તરીકે સ્‍પિયોગ થાય છે, જેમાં સ્‍ટોર્સ થર્ડ પાર્ટી પાસેથી સામગ્રી લઈ સરકારી હોસ્‍પિટલોને પરી પાડે છે. જેના કારણે ખરીદ નીતિની ઐસીતૈસી થાય છે. યોગ્‍ય ટેન્‍ડર ૨ પ્રક્રિયાન પ્રક્રિયાનું પાલન થતુ નથી. યોગ્‍ય વાર્ષિક માગ વિના ટેન્‍ડરો વિભાજિત કરાય છે અને ટુકડાઓમાં થતી થતી ખરીદીઃ ટેન્‍ડર વિના લાંબા સમય માટે અન્‍યા સંસ્‍થાઓના રેટ કોન્‍ટ્રાક્‍ટનો ઉપયોગ કરીને થતી ખરીદી

 

(10:35 AM IST)