તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે DEOએ તપાસ કમિટીની કરી રચના: 10 દિવસમાં રિપોર્ટ કરાશે સબમિટ
સ્કૂલમાં 5 સભ્યોની કમિટી તપાસ કરશે: સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ વિદ સહિતના લોકોને કમિટીમાં લેવાયા

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં 19 ઓગસ્ટ, 2025ના રોજ ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થી નયનની છરી વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ શહેરમાં ભારે હડકંપ મચાવ્યો છે અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. DEO દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ છે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા મામલે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થી હત્યા મામલે DEO દ્વારા તપાસ કમિટીની રચના કરાઇ છે. સ્કૂલમાં 5 સભ્યોની કમિટી તપાસ કરશે.તપાસ બાદ આગામી 10 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. સંચાલક મંડળ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, શિક્ષણ વિદ સહિતના લોકોને કમિટીમાં લેવાયા છે. શાળામાં બનેલ ઘટના અંગેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. શાળા દ્વારા સબમિટ કરેલ ડોક્યુમેન્ટની ચકાસણી,CCTV ચકાસણી, ડોનેશનના આક્ષેપ સહિતની તપાસ કરશે. તપાસ કમિટીનો રિપોર્ટ શિક્ષણ વિભાગને સોંપવામાં આવશે. શાળાએ 18 પૈકી 13 જેટલા દસ્તાવેજ જમા કરાવ્યા હતા.
અમદાવાદના મણિનગરની વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલ આવેલી છે. જેનું નામ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઉચ્ચ માધ્યમિક શાળા છે. જે હાલ ચર્ચામાં છે. 19 ઓગસ્ટ 2025ના રોજ સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીની ધોરણ 8ના વિદ્યાર્થીએ હત્યા કરી છે.આ બનાવના આખા ગુજરાતમાં પડઘા પડ્યા છે. સ્કૂલ ઉપર આરોપ છે કે ઝઘડો અગાઉ પણ થયો હતો પરંતુ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ઉપરાંત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં હોય છતાં તેની મદદે કોઈ ન આવ્યું કે ન એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી. માતા અને પરિવાર બનાવની જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનું મોત થયું હતું. ઉપરાંત સ્કૂલ પર એવો આરોપ પણ લાગ્યો છે કે એમ્બ્યુલન્સ બોલાવવાનો સમય ન હતો પરંતુ હત્યાના કારણે થયેલા લોહીના ડાઘ ધોવા માટે પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. હવે લોકો અને સામાજિક સંસ્થા પણ મૃતક નયન સંતાણીને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતા.
(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
