<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

કેન્‍દ્ર સરકારે કપાસની આયાત ડયુટી હટાવી ખેડૂતો માટે નુકશાન ઉગાડયુ

કોંગ્રેસના પ્રવકતા મનહર પટેલનો આક્રોશ

 

 

રાજકોટ, તા. ૧: કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલ જણાવે છે કે, કપાસ આયાત ઉપર ડયુટી હટાવી, મોદી સરકારે સીધુ નુકશાન ખેડૂતોને આપ્‍યું. કપાસ ભારતનો સૌથી મહત્‍વના રોકડિયા પાક પૈકીનો એક છે. ભારતમાં કપાસ આધારિત ટેક્‍સટાઇલ ઉદ્યોગ ક્ષેત્ર કળષિ પછી બીજા નંબરે રોજગારી પૂરી પડતુ ક્ષેત્ર છે. કપાસની ખેતી ભારતમાં ૩૦૦ લોકસભા ક્ષેત્રને પ્રભાવિત કરે છે. કપાસની ખેતીના પાકનું ઉત્‍પાદન તેના ઘરમાં મોટે ભાગે ઓક્‍ટોબર થી ડિસેમ્‍બર સુધીના આવે છે. ભારત સરકારે આ જ દરમ્‍યાન અમેરિકાથી આયાત થતા વિદેશ કપાસ ઉપર જે ૧૧ ટકા ડયુટી હતી તે હટાવી દિધી.

હજુ ભારતનો કપાસ વેચાણમાં આવ્‍યો નથી ત્‍યારે ભારત સરકારે કપાસ ઉપર ૧૧ ્રુ ડ્‍યુટી હટાવી અને કપાસની  એક ગાંસડી ૫૬૦૦૦ રૂ. +(૩૫૬ કેજી) હતા તેમાં ૧૧૦૦ રૂ. +ભાવ તૂટયો. જ્‍યારે અમેરિકન કપાસની કિંમત ૫૧૦૦૦ રૂ. + છે. ભારતના ખેડૂતો આશરે ૩૦૦  લાખ ગાંસડીનું ઉત્‍પાદન કરે છે,તેમાંથી માત્ર ૧૦૦ લાખ ગાંસડી CCI ટેકાના ભાવે ખરીદી કરે છે.(કુલ ઉત્‍પાદનના ૩૦ ટકા) જ્‍યારે ટેક્‍સટાઇલ ઉદ્યોગને ૩૧૭ લાખ ગાંસડીની જરૂરિયાત છે. ત્‍યારે સ્‍વાભાવિક છે કે ટેક્‍સટાઇલ ઉદ્યોગ ગળહો અમેરિકાથી આવતા સસ્‍તા અને ગુણવત્તા વાળા કપાસ ખરીદવાનો વિકલ્‍પ કરે.

ભારતમાં કપાસની ખેતીનો મુખ્‍ય આધાર ભારત સરકારની ટેક્‍સટાઇલ મંત્રાલય અને કોટન કોર્પોરેશન ઓફ ઇંડિયા (CCI) ઉપર છે.

ટૂંક સમયમાં ભારતના ખેડૂતોનો  કપાસ વેચાણ માટે બજારમાં આવશે તે જ દરમ્‍યાન આવશે અમેરિકન કપાસની આયાત થશે અને આ કપાસ ભારતના કપાસ કરતા સસ્‍તો અને ગુણવતા વાળો હોવાને કારણે ભારતમાં ખેડૂતોને અકલ્‍પ્‍ય આર્થિક નુકશાની ભોગવવાનો વખત આવશે, આ અંગે ૩૦ દિવસમાં કેન્‍દ્ર સરકાર ખેડૂતોના કપાસના ભાવ મળે તેનો વિકલ્‍પ આપે તેમ મનહર પટેલ જણાવે છે

(4:31 PM IST)