<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ડો.ચંદ્રકાન્‍ત મહેતાના સૂપૂત્રની સ્‍મૃતિમાં ‘પિનાકીન સી.મહેતા માર્ગ' નામકરણ

અમદાવાદ કોર્પોરેશનને પૂર્વ વૈજ્ઞાનિકને આપ્‍યું માન : અમદાવાદના જોધપુર વિસ્‍તારમાં સ્‍વ.પિનાકીન સી. મહેતા માર્ગ નામકરણ પ્રસંગે પ્રતિભાબેન જૈન, ડો.ચંદ્રકાન્‍ત મહેતા, નરહરિ અમિન, અમીત ઠાકર, દેવાંગ દાણી વગેરે ઉપસ્‍થિત રહયા હતા.

રાજકોટ, તા.૧: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. ચંદ્રકાન્‍ત મહેતાના સુપુત્રની સ્‍મૃતિમાં અમદાવાદ મ્‍યુ.કોર્પોરેશન દ્વારા જોધપુર વિસ્‍તારના એક રોડને તેમનું નામ આપવાનો સમારંભ શનિવારે યોજાયો હતો.

જોધપુર વોર્ડમાં આવેલ IOC પેટ્રોલ પંપથી ડી માર્ટ માર્ગનું સ્‍વ.પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નામાભિધાન થયું છે. જોધપુર વોર્ડમાં આવેલ પેટ્રોલ પંપથી ડી માર્ટ માર્ગને સ્‍વ.પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગનું નામાભિધાન કરવામાં આવ્‍યું.

ડો.ચંદ્રકાંત મહેતા ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, લેખક અને પત્રકાર તરીકે જાણીતા છે તેમના સ્‍વ. પુત્ર પિનાકીન ચંદ્રકાંત મહેતા ઇસરોના સિનિયર સાયન્‍ટિસ્‍ટ હતા તેથી ડી માર્ટથી જોધપુર ગામ તરફના માર્ગને સ્‍વ. પિનાકીન ચંદ્રકાંત મહેતા માર્ગ નામ અપાયું છે. આ પ્રસંગે શ્રી ચંદ્રકાંતભાઈ મહેતા, તેમાં ધર્મપત્‍ની, સ્‍વ.પિનાકીનભાઇના પત્‍ની અને તેમના પુત્ર ઉપસ્‍થિત રહ્યા હતા.

અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, રાજ્‍યસભાના સાંસદ નરહરિ અમીન, ગુજરાત સ્‍ટેટ કો-ઓપરેટીવના ચેરમેન અજયભાઈ પટેલ, ધારાસભ્‍ય અમિતભાઈ ઠાકર, AMC પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, AMC ની વિવિધ કમિટીના ચેરમેન પ્રીતેશભાઈ મેહતા, બળદેવભાઈ પટેલ, જોધપુર વોર્ડના કોર્પોરેટર પ્રવિણાબેન પટેલ, અરવિંદભાઈ પરમાર તથા અન્‍ય સભ્‍યો, તેમજ હાઇકોર્ટના નિવળત જજ, મીડિયા પ્રતિનિધિઓ, શિક્ષણ શાષાીઓ, નામાંકિત ઉદ્યોગપતિઓની હાજરીમાં નામાભિધાન કરવામાં આવ્‍યું હતું.

(4:29 PM IST)