<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

અંબાજીમાં ઉમટયા ભકતો : મહામેળાનો પ્રારંભ

 

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આજે કલેકટર મિહિર પટેલ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા,ડી.ડી.ઓ.,એમ.જે. દવે મંદિરના વહીવટદાર કોૈશિક મોદી વગેરેએ મેળાનો પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્‍વીર. (૩.૧૫)

રાજકોટ, તા.૧: ‘‘આસ્‍થા તમારી વ્‍યવસ્‍થા અમારી''ના સૂત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ છે. અંબાજી ખાતે ૧ થી ૭ સપ્‍ટેમ્‍બર  ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન થયેલ છે. આજરોજ તેનો પ્રારંભ થયો છે.

મેળા અગાઉ યોજાયેલી એક બેઠકમાં પ્રવાસન સચિવશ્રી રાજેન્‍દર કુમારે કામગીરીની સમીક્ષા કરતા જણાવ્‍યું હતું કે, ચાલુ વર્ષે મેળા દરમિયાન સ્‍વચ્‍છતા પર ખાસ ભાર મૂકાય તથા ખાણી - પાણી સહિતના સ્‍થળોએ સ્‍વચ્‍છતા સાથે કચરાનો યોગ્‍ય નિકાલ થાય, પદયાત્રીઓ વ્‍યવસ્‍થિત રીતે રોડ ક્રોસ કરી શકે તે જરૂરી છે. અંબાજી ગબ્‍બર ખાતે ખાસ વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય સહિત પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ઉભી ના થાય તે જોવા સૂચન કર્યું હતું.

બનાસકાંઠામાં ભાદરવી પૂનમ મહા મેળાના આયોજન સંદર્ભે બનાસકાંઠા  જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા જિલ્લા કક્ષાની કુલ ૨૯ સમિતિઓ બનાવવામાં આવી છે.  તમામ સમિતિઓના  પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી તથા આગોતરૂ ે આયોજન છે.

આજે મેળાના પ્રથમ દિવસે જિલ્લા કલેકટર મિહિર પટેલ, યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા વગેરેએ પૂજન કરી રથ ખેચી મેળાનો પ્રારંભ કરાવ્‍યો હતો.

(4:30 PM IST)