<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ભાદરવી પૂનમના મહામેળા માટે એસટી નિગમ દ્વારા દોડાવશે 5500 એક્સ્ટ્રા બસ

ગત વર્ષે એસ.ટી નિગમ દ્વારા 5100 બસો એક્સ્ટ્રા સંચાલિત કરી હતી અને 10.92 લાખ દર્શનાર્થીઓએ એસટી બસ સેવાનો લાભ લીધો હતો

અમદાવાદ : ભાદરવી પૂનમના મહામેળાને લઈને એસ.ટી.નિગમ દ્વારા અંબાજી ખાતે વિશેષ સુવિધા કરી છે. 1 થી 7 સપ્ટેમ્બર દરમિયાન દર્શનાર્થીઓ માટે 5500 એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. યાત્રાળુઓને પોતાના વતનમાં આવવા-જવા માટે નિગમ દ્વારા સસ્તી, સલામત પરિવહન સેવા ઉપલબ્ધ કરાવાશે. ગત વર્ષે એસ.ટી નિગમ દ્વારા 5100 બસો એક્સ્ટ્રા સંચાલિત કરવામાં આવી હતી. ગત વર્ષે 10.92 લાખ દર્શનાર્થીઓએ એસટી બસ સેવાનો લાભ લીધો હતો. દરેક વાહનોનો 24*7 GPS થકી નિગમ દ્વારા મોનીટરીંગ કરવામાં આવશે

(7:11 PM IST)