<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

અમદાવાદ એરપોર્ટ પરથી ફરી ગોલ્ડ પકડાયું : દુબઈથી ફ્લાઈટમાં અમદાવાદ આવેલ ત્રણ મુસાફરો પાસેથી ર2.86 કરોડનું સોનુ જપ્ત

એક પુરુષ તથા બે મહિલા મુસાફરોને રોકી તપાસ કરતા મોજાની અંદર સિલ્વર રંગના પાઉચમાં પેસ્ટમાંથી 24 કેરેટનું કુલ 2.650 કિલોગ્રામ મળ્યું

અમદાવાદ કસ્ટમ્સને મળેલી ગુપ્ત માહિતીના આધારે દુબઈથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરી કરતા એક પુરુષ તથા બે મહિલા મુસાફરોને રોકવામાં આવ્યા હતા. તપાસ દરમ્યાન તેમના મોજાની અંદર સિલ્વર રંગના પાઉચમાં સોનાનો પેસ્ટ છુપાવેલું મળી આવ્યું હતું.

ત્રણેય મુસાફરો પાસેથી મળી આવેલા પેસ્ટમાંથી 24 કેરેટનું કુલ 2.650 કિલોગ્રામ (બે કિલો છસો પચાસ ગ્રામ) સોનું જપ્ત કર્યું હતું. આ સોનાની બજાર કિંમત આશરે રૂ. 2.86 કરોડ (બે કરોડ છ્યાસી લાખ) થાય છે. સોનું કસ્ટમ્સ ઍક્ટ હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે તથા ત્રણેય મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત, કસ્ટમ્સ અધિકારીઓએ અન્ય એક કેસમાં 29,600 સિગરેટના સ્ટિક્સ પણ જપ્ત કર્યા છે, જેની કિંમત અંદાજે રૂ. 3 લાખ જેટલી થાય છે. આ સિગરેટ્સ શાર્જાહથી અમદાવાદ આવી રહેલી ફ્લાઈટમાં મુસાફરી કરતા ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના એક મુસાફર પાસેથી મળી આવ્યા હતા. બંને કેસોમાં કસ્ટમ્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલુ છે.

(7:52 PM IST)