તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં 22 કૃત્રિમ તળાવો બનાવાયા
શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નદીના ઓવારા અને ગણેશ આયોજકો સાથે વિગતે ચર્ચા કરી

સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શહેરમાં 22 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે, જેમાં ગણપતિ બાપ્પાનું ઇકો-ફ્રેન્ડલી વિસર્જન થશે. સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે આ પગલું પર્યાવરણની જાળવણી અને તાપી નદીમાં પ્રદૂષણ રોકવા માટે લેવામાં આવ્યું છે.
સુરત શહેરમાં આગામી સમયમાં મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થવાનું છે. જેને લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે નદીના ઓવારા અને ગણેશ આયોજકો સાથે વિગતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત તમામ વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરી હતી.
સુરતના હજીરા પોર્ટ, મગદલ્લા પોર્ટ, ડુમસ પોર્ટની પોલીસ કમિશનરે મુલાકાત કરી હતી. સુરત શહેરમાં નાની-મોટી હજારોની સંખ્યામાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે. જેથી આ દરમ્યાન કોઈ અડચણ ન થાય તે માટે પોલીસ કમિશનરે તેમની ટીમ દ્વારા તમામ સ્થળોની મુલાકાત લીધી હતી. પોર્ટ પર ક્રેન સહિત રોડ-રસ્તા બનાવવા માટેની કામગીરીને લઈને સૂચનો કર્યા હતા.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
