News of Monday, 1st September 2025
સુરતના પલસાણાની જોળવા મિલમાં બોઇલર ફાટતાં 4 મહિલા સહીત 10 કામદારને ઇજા
જોળવા મિલમાં બોઇલર ફાટતા 4 મહિલા, 6 પુરુષને ઇજા થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

સુરતના પલસાણાની જોળવા મિલમાં બોઇલર ફાટવાની ઘટના બની છે જેમાં 4 મહિલા, 6 પુરુષને ઇજા થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ પણ મામલાની તપાસ કરી રહી છે.
સુરતના પલસાણાના જોળવા મિલમાં બોઇલર ફાટવાની ઘટના બની છે જેમાં 10 કામદારોને ઇજા થઇ છે. જેમાં 4 મહિલા અને 6 પુરુષનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને તત્કાળ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ તમામ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ 4 પુરુષ અને 4 મહિલાને હોસ્પિટલમાં લવાઇ હતી અને ત્યારબાદ વધુ 2 પુરુષને પણ સારવાર માટે લવાયા હોવાની માહિતી મળી છે. તમામને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
(9:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
