તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 1st September 2025
રાજપીપળાના ઓવારા ખાતે ગણપતિ વિસર્જનમાં તંત્રની બેદરકારીના કારણે આદિવાસી યુવાન ડૂબ્યો: નિરંજન વસાવા
આદિવાસી યુવાન હતો શું એટલા માટે ભાજપના કોઈ નેતા હાજર નથી?: નિરંજન વસાવા

( ભરત શાહ દ્વારા ) નર્મદા: દેશભરમાં ગણપતિ દાદાની સ્થાપના બાદ દાદાની વિદાય હર્ષોઉલ્લાસ સાથે ભક્તો કરી રહ્યા છે. પરંતુ કેટલાક સ્થળોએ દાદાના વિસર્જન દરમિયાન ફક્ત ડૂબી જવાની દુઃખદ ઘટનાઓ પણ બની છે. આવી જ એક ઘટના રાજપીપળા ખાતે પણ બની છે. રાજપીપળા ઓવારા ખાતે ગઈકાલે રાત્રે એક આદિવાસી પરિવારનો યુવાન અર્જુન વસાવા ડૂબી ગયો હતો. આ દુઃખદ ઘટનાની જાણ થતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવા પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનોને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નિરંજન વસાવાને પરિવારજનો સાથે વાત કરતા ખબર પડી કે 15 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની શોધખોળ હજુ સુધી શરૂ કરવામાં આવી નથી. આ ઘટનાને સખત શબ્દોમાં વખડતા નિરંજન વસાવાએ કહ્યું હતું કે, 15 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કરજણ ડેમનું પાણી બંધ કરવામાં આવ્યું નથી. NDRF ની ટીમ કે તંત્રના જવાબદાર વ્યક્તિઓ ઘટના સ્થળે હાજર નથી. કોઈ પણ પાણીમાં જઇને યુવકની શોધખોળ કરવા માટે તૈયાર નથી. ધારાસભ્ય, સાંસદ સભ્ય, નગરપાલિકાના કોર્પોરેટરો અને નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ત્યાં રહે છે.
ઘટના સ્થળથી નગરપાલિકા 1 કિલોમીટરથી પણ ઓછા અંતરમાં આવેલી છે છતાં પણ તંત્રની સંપૂર્ણ નિષ્કાળજી દેખાઈ આવે છે. આ ઘટના આદિવાસી પરિવાર સાથે બની હોવાથી ભાજપના કોઈ નેતા તેમની સાથે ઉભા નથી. લાખો કરોડો રૂપિયાનું બજેટ પાલિકાને ફાળવવામાં આવે છે છતાં પણ ઓવારા પાસે NDRF કે હેલોજન લાઈટની કે તરાપાની વ્યવસ્થા કરવામાં આવી નથી. વિસર્જનનો કાર્યક્રમ છે તો અહીંયા હેલોજનની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી? 15 કલાક થઈ ગયા આ ઘટનાને તો પછી અહીંયા કરજણ ડેમનું પાણી કેમ બંધ કરવામાં આવ્યું નથી? અહીંયા તંત્રનું કોઈ માણસ જવાબ આપવા માટે કેમ તૈયાર નથી? અમારો સવાલ છે કે શું એક આદિવાસી વ્યક્તિ ડૂબી ગયો છે એટલા માટે ભાજપના નેતાઓ અહીંયા આવ્યા નથી? આ નગરપાલિકા અને પ્રશાસનની નિષ્કાળજી છે.તેમ.આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા એ જણાવ્યું હતું
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
