News of Monday, 1st September 2025
રાજપીપળા સરકારી ઓવારે ગણપતિ બાપાની પ્રતિમા વિસર્જન કરવા ગયેલ યુવાન ડૂબ્યો : શોધખોળ ચાલુ
વડોદરા એસડીઆરએફ ની ૨૩ વ્યક્તિઓની ટીમ સાથે પાલિકાની ટીમે બે બોટ મારફતે શોધખોળ કરી પરંતુ સાંજ સુધી યુવાન મળ્યો નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા કરજણ નદી કિનારે રવિવારે પાંચમાં દિવસે અનેક ગણપતિ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં રાજપીપળા મોતીબાગમાં રહેતો યુવાન પણ પ્રતિમા પધરાવવા આવ્યો અને પાણીના વ્હેણ માં તણાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર અર્જુન જવાનસીગ વસાવા નામનો રાજપીપળા મોતીબાગ વિસ્તારમાં રહેતો 25 વર્ષનો યુવાન રવિવારે રાત્રે લગભગ દસ વાગે કોઈ બીજા ફળીયાની ગણપતિજીની પ્રતિમા લઈ રાજપીપળા સરકારી ઓવારે કરજણ નદીમાં વિસર્જન કરવા આવ્યો હતો અને ત્યાં બનેલા પુલની વચ્ચે જઈ પ્રતિમા પધરાવવા જતા અચાનક પાણી નો પ્રવાહ આવતા અર્જુન વસાવા પાણી ના વ્હેણ માં તણાઈ ગયો હતો. સોમવારે સવારે SDRF.9 ની વડોદરક ની 23 વ્યક્તિઓ ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી જેમાં પાલિકા અને એસડીઆરએફ મળી આ બંને ટીમો બે બોટ દ્વારા યુવાન ને શોધવા મહેનત કરી પરંતુ સાંજે પાંચ વાગ્યા સુધી પણ અર્જુન વસાવા ની કોઈ ભાળ મળી નથી, ડૂબનાર અર્જુન ના માતા, પિતા પણ હાલમાં કરજણ નદી કિનારે બેઠા છે.
એ લખાઈ છે ત્યારે હજુપણ બન્ને ટીમો અર્જુન ની શોધખોળ કરી રહી છે.
જાણવા મળ્યા મુજબ અર્જુન વસાવા પોતે સારો તરવૈયો છે અને દર વર્ષે વિસર્જનમાં પણ ભાગ લઈ લોકોની પ્રતિમઓ પાણીમાં વિસર્જન કરી થોડી આવક ઊભી કરે છે જેમાં રવિવારે પણ કોઈકે રાત્રે તેને પ્રતિમા વિસર્જન કરવા જણાવતા અર્જુનને એમ થયું કે થોડાક પૈસા મળી જશે માટે તે ગણપતિજીની નાની પ્રતિમા હાથમાં લઈ કરજણ નદીમાં વિસર્જન કરવા આવ્યો ત્યાં તે તણાઈ ગયો
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
