News of Monday, 1st September 2025
નર્મદા જિલ્લામાં રસ્તાઓની ખરાબ સ્થિતિ : કેવડિયા-રાજપીપળા હાઈવે પર મસમોટા ખાડાઓને કારણે એક દિવસમાં ત્રણ અકસ્માત
ગોરા ગામના યુવાનનો આ ખાડાના કારણે અકસ્માત થતા તેણે સારવાર લીધા બાદ સ્થળ પર પહોંચી વિડિઓ બનાવી તંત્ર પર ઠાલવ્યો રોષ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં રસ્તાઓની બિસ્માર સિ્થતિએ લોકોની મુશ્કેલીઓ વધારી છે. કેવડિયા-રાજપીપળા હાઈવે પર પડેલા મસમોટા ખાડાઓને કારણે એક જ દિવસમાં ત્રણ મોટરસાયકલ ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે.
ગોરા ગામના યુવાન પ્રવીણ ઝા નામના યુવાન કે જે અકસ્માતમાં ઘાયલ થયા, તેમણે એક વિડિઓ બનાવી રોષપૂર્વક જણાવ્યું કે તેઓ રાજપીપળાથી પોતાના ગામ જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા. તેમણે ટેક્સ ભરનારા નાગરિક તરીકે સવાલ ઉઠાવ્યો કે નોકરી ન કરી શકવાના કારણે થતા નુકસાનની ભરપાઈ કોણ કરશે.? એક મહિનો મારા થી નોકરી નહીં કરાઈ તો આ પગાર શું સરકાર ચૂકવશે તેવો રોષ ઠાલવ્યો હતો.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવું વિશ્વ પ્રસિદ્ધ સ્મારક ધરાવતા જિલ્લામાં રસ્તાઓની આવી સિ્થતિ ચિંતાજનક છે. રોજેરોજ નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે. પ્રવિણભાઇ ઝા નામના આ ઘાયલ યુવાને હોસિ્પટલમાં સારવાર લીધા બાદ આકસ્માતના સ્થળે પાછા ફરીને વિડિયો બનાવી તંત્ર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા સંકલન બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અને અધિકારીઓ સાંભળતા નથી. વહેલી તકે આ રોડ સારા બને એમ જણાવ્યું હતું.
સ્થાનિક રહીશોનું કહેવું છે કે સ્ટેચ્યૂ તરફના રસ્તાઓ સારી સિ્થતિમાં છે કારણ કે ત્યાં વ્યવસાયિક હિત છે, જ્યારે અન્ય વિસ્તારોના રસ્તાઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
