તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 1st September 2025
રાજપીપળા રોહિતવાસમાં ભાથીજી મંદિરે ભાદરવી સુદ નોમ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરમાં ભાદરવી સુદ નોમના દિવસે રોહિત વાસમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિરે ભવ્ય કાર્યક્રમનું આયોજન તેમજ વણઝારા સમાજ દ્વારા વરઘોડો કાઢીને નેજા ચઢાવવામાં આવી.
ભાદરવી સુદ નોમના દિવસે દરેક જગ્યા ઉપર રામદેવપીર મહારાજ ના મંદિરે નેજા એટલે કે ધજા ચઢાવવામાં આવે છે અને ઘણી જગ્યાઓ પરતો વરઘોડા પણ કાઢવામાં આવે છે ત્યારે આજે રાજપીપલા શહેરના પૌરાણિક મંદિર એવા રામદેવપીર મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. નાંદોદના પૂર્વ ધારાસભ્ય તેમજ ત્યાંના આગેવાનો તેમજ વણઝારા સમાજ દ્વારા વરઘોડો કાઢીને રામદેવપીર મહારાજના મંદિર ખાતે લાવવામાં આવ્યો અને ત્યાં મંદિર પર નેજા એટલે કે ધજા ચઢાવવામાં આવી સાથે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
(10:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
