<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પાચમાં દિવસે ભક્તોએ ગણેશ વિસર્જન કર્યું: રાજપીપળા કરજણ નદીમાં ગણપતિ બાપાનું વિસર્જન : ઘણી પ્રતિમાઓ કિનારે રઝળતી જોવા મળી

પાણીના પ્રવાહમાં કિનારે આવી ગયેલી પ્રતિમાઓ ગંદકીમાં પડેલી જોવા મળી તો બાપાની સ્થાપના કરનાર ભક્તો શું વિસર્જન વખતે ધ્યાન નથી આપતા..?

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળામાં ગણપતિ અને સ્થાપના બાદ પાચમાં દિવસે નાની પ્રતિમાઓનું કરજણ નદી કિનારે વિસર્જન કરવામાં આવ્યું જેમાં ઘણી ગણેશજીની પ્રતિમા નદી કિનારે રઝળતી જોવા મળતા અન્ય ગણેશ ભક્તોની લાગણી દુભાઈ હતી.

   રાજપીપળામાં ગણેશ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ગણપતિજીની સ્થાપના થતી હોય છે. જોકે નાના કે મધ્યમ સાઈઝ ના ગણપતિજીની પ્રતિમાઓનું પાંચમાં દિવસે રાજપીપળા કરજણ નદીમાં વિસર્જન કરાયું જેમાં કેટલીક પ્રતિમાઓ તો નદી કિનારે બહાર નીકળી આવતા કીચડમાં પડેલી જોવા મળી હતી.આ સ્થિતિમાં પ્રતિમા જોઈને કેટલાક ગણેશ ભક્તોની લાગણી દુભાતી હોય એ સ્વભાવિક છે, માટે હવે નગરપાલિકાની ટીમે નદી કિનારે રઝળતી આ પ્રતિમાઓને શોધી તેનું પાણીમાં યોગ્ય વિસર્જન કરે તેવી ગણેશ ભકતોની લાગણી છે.

(10:33 PM IST)