તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
પાટણની સરસ્વતી બેરેજના ૨ ગેટ ખોલી પાણી છોડાયું
સરિયાદ રોડ પર આવેલા ડીપ પર પાણી ફરી વળ્યાં:પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા ૨૦ થી વધુ ગામડાઓના લોકોને અવરજ્વર કરવામાં મુશ્કેલી પડી રહી છે

પાટણ,તા.૧
પાટણની સરસ્વતી બેરેજના ૨ ગેટ ખોલી પાણી છોડાયું છે. પાટણ-સરિયાદ રોડ પર ડીપમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. ૨૦થી વધુ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી છે. વાહનચાલકોના વાહન ડીપમાં બંધ પડ્યા છે. ડીપની બન્ને બાજુ કોઇ બેરિકેટ ન હોવાથી હાલાકી પડી રહી છે. ઉપરવાસમાં વરસાદથી સરસ્વતી બેરેજમાં પાણી આવી રહ્યું છે.પાટણ-સરસ્વતી બેરેજના ૨ ગેટ પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા છે.૨ ગેટ ખોલતા સરસ્વતી નદીનું પાણી પાટણથી સરિયાદ રોડ પર આવેલા ડીપમાં વહેણની જેમ જોવા મળ્યું છે. ડીપમાં ૧ ફૂટ થી ૩ સુધી પાણી વહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાટણથી સરિયદને જોડતા રોડ પર આવેલા ૨૦ થી વધુ ગામડાઓના લોકોને અવરજ્વર કરવામાં મુશ્કેલી પડી રહી છે.વાહન ચાલકોના વાહન ડિપમાં વચ્ચે બંધ પડતા ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડીપની બન્ને બાજુ બેરીગેટ કે કોઈ સરકારી કર્મચારી ના હોવાથી લોકો મુશ્કેલીમાં અવર જવર કરી રહ્યા છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણી છોડવામાં આવતા પાટણની સરસ્વતી બેરેજમાં ભરાયા પાણી તો બીજી બાજુ પાણી છોડવામાં આવતા સરસ્વતી નદીના કિનારે આવેલા ૩૩ જેટલાં ગામોને ખેતી માટે ફાયદો થશે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
