<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

પૂરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી 36 કિલો માદક પદાર્થનો જથ્થો ઝડપાયો :રેલવે પોલીસે એક યુવકની કરી ધરપકડ

ડીજીપી મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને અન્ય મર્દાક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું

ગુજરાત રેલવેના ડીજીપી મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને અન્ય મર્દાક પદાર્થની હેરાફેરી અટકાવવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસની ટીમ નવી બનાવવામાં આવી છે અને આ ટીમ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પરથી ગાંજો પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી

પશ્ચિમ રેલવેમાં પુરી થી અમદાવાદ તરફ જતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગત મોડી રાતે ગવર્મેન્ટ રેલવે પોલીસને એસઓજી અને એનડીપીએસ ના સંયુક્ત ઓપરેશનથી રિઝર્વેશન કોચ માંથી 36 કિલો ના વિપુલ ગાંજાના જથ્થા સાથે એક યુવાનને ધરપકડ કરવામાં આવી હોવાનું જાનકારી મળી છે આ બાબતે સત્તાવાર માહિતી રેલવે પોલીસ દ્વારા આપવામાં આવશે તેવું રેલવેના બરોડા ડિવિઝનના એસ.પી અભય સોનીએ જણાવ્યું હતું

પશ્ચિમ રેલવેમાં પુરી થી અમદાવાદ તરફ આવતી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત તરફ ઓરિસ્સા માંથી મર્દાક પદાર્થનો જથ્થો અવર નવર આવતો હોય છે જેને ધ્યાનમાં રાખીને હાલમાં પશ્ચિમ રેલવેના ગુજરાતના રેલવે પોલીસના ડીજીપી મનોજ અગ્રવાલ એ રેલવેમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટેના કડક નિર્દેશ આપવામાં આવ્યા હતા જેના ભાગરૂપે બરોડા ડિવિઝનમાં ગવર્મેન્ટ રેલવે પોલીસના એસપી તરીકે કાર્યરત અભય સોની દ્વારા વિશેષ મોહીમ શરૂ કરવામાં આવી હતી જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે ndps ની ટીમ પણ સંયુક્ત પેટ્રોલિંગ કરીને માદક પદાર્થની હેરાફેરી અટકાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે સોમવારે મધ્ય રાતે પૂરી થી અમદાવાદ આવતી પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એનડીપીએસ રેલવેની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેના ભાગરૂપે પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના એસ થ્રી અને ફોર કોચમાં મર્દાકપદાર્થ ગાંજો નો જથ્થો સાથે એક યુવકને પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ઝડપી પાડ્યો હતો અને આ જથ્થો સુરત રેલવે સ્ટેશન પર ઉતરવાનો હતો તેની પૂછપરછમાં તેનું નામ પ્રતાપ ચંદ્ર ગોડ હોવાનું જણાવ્યું હતું અને તેની પાસે વનસ્પતિ જેવા દેખાતું ગાંજાનો 36 kg જથ્થો જેની કિંમત 3,00,000 થી વધુ નો મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો હતો. બાબતે રેલવે પોલીસ એસપી અભય સોની દ્વારા વધુ સત્તાવાર માહિતી આપવામાં આવશે તેવું રેલવેના અધિકારીઓ જણાવ્યું હતું

(12:07 AM IST)