તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
રાજ્યમાં ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે
મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતોએ 15 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લેવું .

ગાંધીનગરઃ રાજ્યમાં આજથી ખેડૂતો ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે.
તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ખેડૂતો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે કૃષિ વિભાગે આયોજન કર્યું છે. ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઇ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી - 1452 રૂપિયા, મગ - 1753 રૂપિયા, અડદ - 1560 રૂપિયા, સોયાબીન - 1065 રૂપિયા પ્રતિ મણનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
