તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
ગુજરાતમાં પણ દિવાળી બાદ મતદાર યાદીની ખાસ સમીક્ષા થશે
સમગ્ર પ્રક્રિયા ૨૦૨૭માં આવનારી ચૂંટણી પહેલાં સંપન્ન થઇ જશે બ્લોક લેવલના અને અન્ય સ્ટાફની નિમણૂકોનું કામ શરૂ

અમદાવાદ તા.૨: હાલ જેની સમગ્ર દેશમાં ચર્ચા થઇ રહી છે તે મતદારયાદીની ધનિષ્ઠ સમીક્ષા (સ્પેશિયલ ઇન્ટેસિવ રિવિઝન-SIR) ગુજરાતમાં પણ દિવાળી બાદ શરૂ કરાશે. આ સમગ્ર પ્રક્રિયા ૨૦૨૭માં આવનારી ચૂંટણી પહેલાં સંપન્ન થઈ જશે. આ કાર્ય માટે બ્લોક લેવલના અને અન્ય સ્ટાફની નિમણૂકો કરવાનું કામ પણ શરૂ થઈ ગયું છે. ગુજરાત સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોમાં કવાયત હાથ પરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાને હજુ બે વર્ષ બાકી છે તે પહેલાં રાજ્યમાં આ પ્રકારની કવાયત હાથ ધરનારું તે બીજું રાજ્ય બનશે. રાજ્ય સરકારે કવાયતની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં હાલ ૪.૯ કરોડ નોંધાયેલા મતદારો છે. SIR એ એવી કવાયત છે જે દેશના કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા હાથ ધરાશે અને તે અંતર્ગત રાજ્યની મતદારની અત્યંત બારીકાઈથી અને ચોક્સાઈપૂર્વક પુનઃ સમીક્ષા કરવામાં આવશે. આ પ્રક્રિયા અંતર્ગત હાલની મતદાર યાદી મુજબ સરકારી કર્મચારીઓ પ્રત્યેક મતદારના ઘેર ઘેર જઈને ચકાસણી કરશે, તે ઉપરાંત મતદાર યાદીમાં દર્શાવેલી અન્ય તમામ વિગતોની પણ ચકાસણી કરશે અને બાદમાં એક ચકાસણી પત્રક ચૂંટણીપંચને સુપરત કરશે. જેથી કરીને ભવિષ્ય માટે એકદમ સચોટ અને ચોક્કસ મતદાર યાદી તૈયાર કરી શકાય. આ કવાયતના પગલે હાલના મતદારોની ચકાસણી કરીને, નવા મતદારોના નામ ઉમેરીને અને સ્થળાંતર કરી ગયેલા કે મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરીને હાલની મતદાર યાદીને અપડેટ કરી શકાશે. હાલ બિહાર રાજ્યમાં આ પ્રક્રિયા ચાલી રહી છે
જેનો વિરોધપક્ષોએ સખત વિરોધ કરીને એક મોટો વિવાદ સર્જયો હતો. જેના પગલે આ સમગ્ર પ્રક્રિયાનો કેસ હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. વિરોધપક્ષોએ આરોપ મૂક્યો હતો કે ભાજપે ચૂંટણીઓ દરમ્યાન અનેક પ્રકારની ગેરરીતિઓ આચરી હતી.
ગુજરાતમાં પણ કોંગ્રેસે આ મુદ્દે અભિયાન છેડ્યું છે અને આરોપ મૂક્યો છે કે દક્ષિણ ગુજરાતની ચોર્યાસીની અને નવસારીની બેઠક ઉપર વોટ ચોરી થઈ હતી.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
