<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં છેલ્લા બે દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

છેલ્લા બે દિવસમાં અંબાજી મંદિરમાં 4.860 ગ્રામ સોનાની આવક થઈ

અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળામાં છેલ્લા બે દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે. યાત્રાળુઓનો આટલો મોટો પ્રવાહ ઉમટતા સમગ્ર અંબાજી માનવ મહેરામણથી છલકાઈ ગયું છે. દર્શનાર્થીઓની ભારે ભીડની સાથે માતાજીના ચરણોમાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન પણ કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસમાં અંબાજી મંદિરમાં 4.860 ગ્રામ સોનાની આવક થઈ છે. આ મેળા દરમિયાન ભક્તોની સુવિધા માટે આરોગ્ય વિભાગ પણ સક્રિય છે. અત્યાર સુધીમાં 24 હજારથી વધુ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી છે. આ આંકડાઓ મેળાના ભવ્ય આયોજન અને ભક્તોની અતુટ શ્રદ્ધા દર્શાવે છે.

(11:11 PM IST)