તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
વરસાદનું જોર ઘટ્યું: રાજ્યના ૬૮ તાલુકાઓમાં ઝરમરથી ૨ ઇંચઃ સીઝનનો સરેરાશ ૯૧.૧૫% નોંધાયો
ઉકાઇ ડેમમાંથી હજુ ૫૧૦૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છેઃ મધુવન ડેમના બે દરવાજા ખુલ્લા

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ વરસાદનું જોર રાજ્ય ભર માં ઘટયાનું જણાય છે માત્ર ૬૮ તાલુકા ઓ માં ૧ થી ૪૫ મીમી સુધી નો વરસાદ નોંધાયો છે
જોકે મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરત પંથક ના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી ને આજે સવારે ૮ કલાકે ૩૩૬.૫૨ ફૂટે પહોંચી છે. ડેમ માં ૬૭૫૩૧ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૫૧૬૩૯ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જ્યારે દક્ષિણ ગુજરાતના છેવાડા ના દમણગંગા નદી ના મધુવન ડેમ ની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૬.૫૦ મીટરે પહોંચી છે ડેમમાં ૧૪૫૨૫ ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ૫૦૬૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમ ના ૨ દરવાજા ૦.૪૦ હજુ મીટર ખુલ્લા છે.
ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડાને જોઈએ તો કપરાડા ૪૫, ધરમપુર ૩૮ મીમી, ઝાલોદ ૩૪ મીમી, સુબીર ૩૩ મીમી, આહવા અને વઘઇ ૩૧ મીમી, વ્યારા, ડોલવણ અને સોનગઢ ૩૦ મીમી, પલસાણા ૨૫ મીમી, વાંસદા ૨૪ મીમી, ચીખલી ૨૨ મીમી, બારડોલી ૨૧ મીમી, ખેરગામ અને ઉમરગામ ૨૦ મીમી વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત રાજ્ય ના ૫૩ મીમી વરસાદ નોંધાયો છે, આજે સવાર થી મેઘરાજા ડાંગ પંથક માં ધીમી ધારે વરસી રહ્યા છે.
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
