<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સુરતમાં ૮૧ હજાર ગણપતિ વિસર્જન માટે મહાયદ્ધના મોરચા જેવી તૈયારીઓ

અનુપમસિંહ ગેહલોતે જાતે સુકાન સંભાળ્‍યું, ૧ સ્‍પેશ્‍યલ સીપી, ૨ જેસીપી, ૨૨ DCP, અન્‍ય જીલ્લા સાથે, ૩૩ એસીપી, : ૧૫૯ PSI,૫૦૦૦ હોમગાર્ડ, ૧૨ SRP કંપની, ૬૦૦૦ ટ્રાફિક જવાનો સાથે ૬૫૦૦નું પોલીસ દળ ખડકી દેવાયું..... : PCB પીઆઇ આર એસ સુવેરા ટીમ દ્વારા વધુ એક વોન્‍ટેડ ઇનામી આરોપી ઝડપી લેવાયો, ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયા ટીમ દ્વારા વધુ એક ગુજસીટોક આરોપી ઝડપી લેવાયો : વિસર્જન સમયે કોઈ અસમાજિક તત્‍વો ખેલ ન પાડે તેની જવાબદારી SOG પણ સાંભળે છે. નો વોન્‍ટેડ અભિયાન ટોપ ગિયરમાં : ૧૨૫ વિડિઓ કેમેરા, ૯૦૦ બોડી વોર્ન કેમેરા સાથેના જવાનો અને ૨૦૦૦ સીસીટીવી કેમેરાઓ દ્વારા રાત દિવસ બાજ નજર રાખવામાં આવી રહ્યાનું સુરત PCB પીઆઇ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે

રાજકોટ, તા.૨: સુરતમાં હજારોની સંખ્‍યામાં ગણપતિ વિસર્જન થાય છે, ભૂતકાળમાં કાયદો વ્‍યવસ્‍થા ખોરવવા થતા ટોચના અધિકારીઓને ઘેર બેસવાના પ્રસંગો બન્‍યા છે. આ પાવન પ્રસંગે પોલીસ પક્કડથી બહાર રહેલ રીઢા ગુનેગારો પોલીસ ગણપતિ બંદોબસ્‍તમાં વ્‍યસ્‍ત હોય તેવા સમયે અચાનક એન્‍ટ્રી કરી આનંદ ઉમંગને બદલે ઉદ્વેગ પેદા થાય તેવી ઘટનાઓ રોકવા પોતાના IB વડા તરીકેના અનુભવ આધારે નો વોન્‍ટેડ અભિયાન પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત દ્વારા ટોપ ગિયરમાં મુકાયું છે, સુરત શહેર સ્‍થાનિક પોલીસ સાથે PCB/ DCB/ અને  SOGને  વિશેષ જવાબદારી સુપ્રત કરતા વધુ બે રીઢા અને જેમના માથા પર ઇનામ જાહેર થયું છે તેવા આરોપો PCB પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરા ટીમ દ્વારા પકડી વધુ એક મોટી સફળતા મેળવી છે, આજ રીતે ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતળત્‍વમાં ક્રાઇમ બ્રાન્‍ચે કુ વિખ્‍યાત અને ખૂંખાર મનીષ કુકરી ગેંગના ગુજસી ટોકના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

અત્રે એ યાદ રહે કે સુરતમાં અંદાજે ૮૧ હજાર જેટલા ગણેશ સ્‍થાપન થયા છે, આ માટે અગાઉ જણાવ્‍યું તેમ પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા જાતે મોરચો સાંભળી વિસર્જન સ્‍થળોનું નિરીક્ષણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે રાખી કરવામાં આવ્‍યું છે. અને ખાડાઓ કેવી રીતે ઝડપથી પૂરવા ત્‍યાં સુધીનું હોમ વર્ક થયાનું PCB પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર આર એસ સુવેરાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે.મોટી મૂર્તિઓને અડચણ ન થાય તે માટે પણ જાત નિરીક્ષણ કર્યું છે. પોલીસ વિભાગ દ્વાર રસ્‍તાઓની ગ્રાઉન્‍ડ રિયાલિટી મેળવવા ડ્રોનની પણ ઉપયોગ થયો છે, પોલીસ કમિશનર દ્વારા ૬૫૦૦થી વધુ પોલીસ કાફલો ગોઠવવામાં આવ્‍યો હોવાનું  PCB પીઆઇ આર એસ સુવેરાએ જણાવ્‍યું છે.

૧થી ૫ ફૂટની ગણેશ પ્રતિમા કળત્રિમ તળાવમાં વિસર્જન કરવામાં આવશે. પાંચ ફુટ કરતા વધુ ચાઈની પ્રતિમા કુદરતી ઓવારા પર વિસર્જિત કરવામાં આવશે. ગણેશ વિસર્જન દરમિયાન સુરતમાં ૧ CP, ૧ સ્‍પેશિયલ સીપી, ૨ JCP, ૨૨ DCP, ૩૩ ACP, ૧૫૯ PSI ફરજ પર હાજર રહેશે. આ સાથે જ ૬૫૭૫ પોલીસકર્મી, ૫૦૦૦ હોમગાર્ડ, ૧૨ SRP કંપની ફરજ બજાવશે.

ટ્રાફિક વ્‍યવસ્‍થા નિયંત્રણ માટે ૬૦૦૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ પર હાજર રહેશે. સાથે જ સુરત જિલ્લામાંથી ૫ DCP, ૧૩.ACP, ૩૫ PI ૭૪ PSI, ૬૦૦ પોલીસકર્મી અને ૩૫૦૦ હોમગાર્ડને બંદોબસ્‍તની કામગીરી સોંપવામાં આવશે. સાથે જ ૮ SRP કંપનીની પણ મદદ લેવામાં આવશે. ૪૫૦ ધાબા પોઇન્‍ટ પર પોલીસ તૈનાત રહેશે અને ૨૦ ડ્રોન કેમેરાથી સતત નજર રાખવામાં આવશે. બંદોબસ્‍તમાં ૧૨૫ વિડીયો કેમેરા અને ૯૦૦ બોડી વોન કેમેરાનો ઉપયોગ કરાશે. ૧૫૦ ai કેમેરા ૨૦૦૦ સીસીટીવી કેમેરા સતત લોકોની ચહલપહલ પર નજર રાખશે.

(3:50 PM IST)