તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
સુરતમાં યુરોપ સહિત દુનિયાના કોઈપણ દેશના બનાવટી પાસપોર્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
સીપી અનુપસિંહ ગેહલોતે વ્યકત કરેલ દહેશત અંતર્ગત ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં SOG Pi અશોક ચોધરી ટીમ અને PCB પીઆઇ ટીમે મેદાને મળતા મોટો ઘટસ્ફોટ થયો : યુરોપ સહિત દુનિયાના તમામ દેશોના વિઝા સ્ટીકર, કોર્નર કટર મશીન, હોલમાર્ક વાળા અસલને ભુલાવે તેવા નકલી પેપરો સહિતનો મુદામાલ sog/ PCB ના વિશેષ ઓપરેશનમાં ઝડપાતા વિદેશ મંત્રાલય સુધી ખળભળાટ : આરોપી પ્રતીક શાહ વિરૂધ્ધ ૧ ડઝન જેટલા અપરાધ પોલીસના ચોપડે નોંધાયા છેઃ દિલ્હીથી વિદેશ મંત્રાલયના અધિકારીઓ સુરત પોલીસ કમિશનર સાથે રૂબરૂ ચર્ચા કરવા આવે તેવી સંભાવનાઃ ડીસીપી રાજદીપસિંહ નકુમે પ્રેસ કોન્ફરન્સમાં સનસનાટીભરી વિગતો વર્ણવી

રાજકોટ, તા. રઃ સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને યુરોપ સહિત દુનિયાના તમામ દેશોના અસલને ટક્કર મારે તેવા પાસપોર્ટ અંગેની પોતાના ib કાર્યકાળને કારણે સતત અપડેટ મેળવવાની કાર્યપદ્ધતિ અનુસાર દહેશત જેવું જણાતા sog ડીસીપી રાજદીપસિંહ નકુમ, PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ. સુવેરા, sog પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચોધરી સમક્ષ દહેશત વ્યકત કરી આ દિશામાં તપાસ કરવા માટે વિવિધ ટીમો, બાતમીદાર વર્તુળો, પાસપોર્ટ એજન્ટો વિગેરેને એક્ટિવ કરવા સૂચના આપેલ. PCB અને SOG બન્નેની ટીમો ટીમ સ્પ્રીટથી મેદાને પડતા આખું કારસ્તાન વિશેષ ઓપરેશનમાં ખુલવા સાથે પ્રતીક શાહ નામનો આરોપી, મુદામાલ સાથે ઝડપાઈ ગયાનું પત્રકારોને નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમે માહિતી આપતા જણાવ્યું હતું. તે દરમ્યાન SOG PI એ.પી.ચૌધરી તથા PCB PI આર.એસ.સુવેરા નાઓને ખાનગીરાહે સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, અગાઉ વિઝા કૌભાંડમાં પકડાયેલ રીઢો આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત નિલેશભાઈ શાહ નામની વ્યક્તિ પોતાના ઘરે જ UK, CANADA, EUROPE, SERBIA, MACEDONIA વિગેરે દેશોના ડુપ્લીકેટ વિઝા બનાવવાનુ સેટ-અપ ગોઠવી ડુપ્લીકેટ વિઝા બનાવવાની ફેકટરી ચલાવી રહેલ છે. જેથી એસ.ઓ.જી. દ્વારા મોડી રાત્રીના સમયે ફલેટ નં.૨૦૨ સમોર રેસીડન્સી શ્રીજીનગરી સોસાયટી નજીક ઝઘડીયા ચોકડી પાસે રાંદેર સુરત ખાતે રેઈડ કરી આરોપી પ્રતિક ઉર્ફે અભિજીત S/o નિલેશભાઈ શાહ રહે. એજન વાળાને ઝડપી પાડી તેના ઘરમાંથી ડુપ્લીકેટ વિઝા બનાવવાનુ સેટઅપ ઝડપી પાડી નીચે મુજબની ચીજવસ્તુ કબ્જે કરવામાં આવેલ છે.
કબ્જે કરવામાં મુદ્દામાલઃ-
(૧) અલગ અલગ દેશના વિઝા સ્ટીકર નંગ-૦૫ કિં.રૂ.૦૦/-, (૨) અલગ અલગ દેશના વિઝા સ્ટીકરની કલર પ્રિન્ટ નંગ-૦૮ કિં.રૂ.૦૦/-(૩) ચેક રીપબ્લીક દેશનો સ્ટેમ્પ સિક્કો નંગ-૦૧ કિં.રૂ.૦૦/-, (૪) પેપર કટર નંગ-૦૨ કિં.રૂ.૦૦/-, (૫) UV લેઝર ટોર્ચ નંગ-૦૨ કિં.રૂ.૦૦/-, (૬) એમ્બોઝ મશીન નંગ-૦૧ કિં.રૂ.૦૦/-, (૭) કોર્નર કટર મશીન નંગ-૦૨ કિં.રૂ.૦૦/-, (૮) સ્કેલ નંગ-૦૧ કિં.રૂ.૦૦/-, (૯) અલગ અલગ ઈન્કની બોટલ નંગ-૦૯ કિં.રૂ.૦૦/-, (૧૦) યુરોપ દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ-૪૬ કિં.રૂ.૦૦/-, (૧૧) કેનેડા દેશના હોલમાર્ક વાળા મોટા પેપર નંગ-૭૩ કિં.રૂ.૦૦/-, (૧૨) યુરોપ દેશના હોલમાર્ક વાળા નાના પેપર નંગ-૧૦૭ કિં.રૂ.૦૦/- આવેલ છે.
મોડસ ઓપરેન્ડીઃ- મજકુર આરોપી ટ્રાવેલીંગ એજન્સી ચલાવતા અન્ય એજન્ટો સાથે મળી વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓની વિઝા અપાવવાના બહાને મસમોટી રકમ લઈ તેઓના અલગ અલગ દેશોના ડુપ્લીકેટ વિઝા બનાવી તેઓ સાથે છેતરપીંડી આંચરતા હતા. આ માટે આરોપી ચાઈનીઝ એપ્લીકેશન ખ્શ્રશણર્ુીણર્ુી.ણૂંળ થી અલગ અલગ દેશના હોલમાર્ક પેપર મંગાવી પોતાના લેપટોપ ઉપર કોરલ ડ્રો સોફટવેર આધારે અલગ અલગ દેશના વિઝાના ફોર્મેટ ઉપર એડીટીંગ કરી ડુપ્લીકેટ વિઝા બનાવતો હતો. એક વિઝા દીઠે રૂ.૧૫,૦૦૦/- મળતા હતા. આરોપી વિરૂધ્ધ એક ડઝનથી વધુ ગુન્હાઓ પોલીસ દફતરે નોંધાયા હોવાનું ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું છે.(
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
