તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
ગુરુવારથી સફાલે રેલવે સ્ટેશને ઊભી રહેશે બાંદ્રા-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ
સફાલે સ્ટેશન પર ટ્રેન નં. 22927/22928 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસને વધારાનો હોલ્ટ આપ્યો

અમદાવાદ : પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે 04 સપ્ટેમ્બર, 2025 થી સફાલે સ્ટેશન પર ટ્રેન નં. 22927/22928 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસને વધારાનો હોલ્ટ આપ્યો છે. 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી શરૂ થનારી ટ્રેન નં. 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ સફાલે રેલવે સ્ટેશન પર રોકાશે. ટ્રેન 21:07 વાગ્યે સફાલે સ્ટેશન પહોંચશે અને 21:09 વાગ્યે ઉપડશે. એ જ રીતે, 04 સપ્ટેમ્બર, 2025 ના રોજ અમદાવાદથી રવાના થનારી ટ્રેન નં. 22928 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ લોકશક્તિ એક્સપ્રેસ સફાલે સ્ટેશન પર રોકાશે. આ ટ્રેન 03:47 વાગ્યે સફાલે સ્ટેશન પહોંચશે અને 03:49 વાગ્યે રવાના થશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
