તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 2nd September 2025
સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, મીઠીવાવ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અને આત્મહત્યા નિવારણ સેમિનારનું સફળ આયોજન થયું

( ભરત શાહ દ્વારા )નર્મદા : પુરુષાર્થ ફાઉન્ડેશન અને માનસિક આરોગ્ય વિભાગ, GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, રાજપીપળાના સંયુક્ત ઉપક્રમ હેઠળ સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા, મીઠીવાવ ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ અને આત્મહત્યા નિવારણ સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમાજમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા આત્મહત્યા જેવા ગંભીર મુદ્દા અંગે યોગ્ય સમજણ આપી નિવારક પગલાં લેવા માટે પ્રેરણા આપવાનો હતો.
આ અવસરે ડો. પ્રશાંત ઝરીવાળા (મનોચિકિત્સક) અને ડો. અમીષા પટેલ (મનોચિકિત્સક) એ વિદ્યાર્થીઓને તણાવ વ્યવસ્થાપન, સકારાત્મક વિચારશક્તિ, ભાવનાત્મક સંતુલન તથા સમયસર સહાય મેળવવાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમનું સંચાલન આચાર્ય કપિલ કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સીમા રોહિત અને કૃપલ વૈધ એ સેમિનારને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
સેમિનારમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા માનસિક આરોગ્ય અંગે જાગૃતિ સાથે આત્મહત્યા નિવારણ માટે જરૂરી સંવેદના અને સકારાત્મક અભિગમ વિકસાવવા પ્રેરણા મળી.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
