News of Tuesday, 2nd September 2025
રાજપીપળાથી વડોદરા જતા માર્ગ પર પોઈચા બ્રિજ બંધ હોવા છતાં ભારે વાહનો જતાં હોવાનો વીડિયો વાયરલ
આ બ્રિજ પર એસટી બસો સહિત અન્ય મોટા વાહનો બંધ છે પરંતુ ઓવરલોડ રેતી ભરેલી ટ્રકો કેવી રીતે પસાર થાય છે..?!!

( ભરત શાહ દ્વારા )નર્મદા : રાજપીપળાથી વડોદરા જતાં માર્ગ પર આવેલ પોઈચા બ્રિજ હજુ બંધ છે. તેમ છતાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ભારે વાહનો, ખાસ કરીને ઓવરલોડ ટ્રકો, સરળતાથી પસાર થતી જોવા મળી રહી છે.શું આ રેતી ભરેલી ટ્રકો છે..?
સેગવા તરફથી આવેલ એક ટ્રક જ્યારે પોઈચા તરફ જઈ રહી હતી ત્યારે સ્થળ પર કોઈ પોલીસ કર્મચારી હાજર ન હતા. જેના કારણે વાહન બેરોકટોક આગળ વધ્યું હતું આ વીડિયો વાયરલ થતા ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનન માફીયાઓ કે જેઓ તંત્રને નિયમિત હપ્તા આપતા હોય તેમના વાહનો કોઈ રોકતું નથી અને એ પણ ઓવરલોડ હોવા છતાં બંધ બ્રિજ પરથી બિંદાસ પસાર થાય છે તેવી ચર્ચા એ જોર પકડ્યું હતું.
તંત્ર ના કેટલાક અધિકારીઓને અંગત ફાયદો કરાવતા આ માફીયાઓના વાહનો મુદ્દે લગતા વળગતા અધિકારી સ્પષ્ટતા કરે અને જાહેર પરિવહન સેવા વહેલી તકે શરૂ કરે તેવી માંગ છે. આ સાથે જ લોકોમાં વધુ એક માંગ ઉઠી રહી છે કે બ્રિજ બંધ હોવાના કારણે જે ST બસ સેવા બંધ કરવામાં આવી છે, તે ફરી ક્યારે શરૂ થશે? મુસાફરો તંત્ર પાસે વહેલી તકે સ્પષ્ટતા અને વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
