News of Tuesday, 2nd September 2025
બોટાદના પાળીયાદ રોડ પર આવેલા કૃષ્ણસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે વિશેષ વ્યવસ્થા
કૃષ્ણ સાગર તળાવના પાછળના ભાગે આવેલા વન વિભાગની નર્સરી પાસે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ફાયર વિભાગના સ્ટાફ તૈનાત: ભક્તો પાસેથી મૂર્તિઓ લઈ ફાયર સ્ટાફ દ્વારા વિધિવત રીતે વિસર્જન

બોટાદના પાળીયાદ રોડ પર આવેલા કૃષ્ણસાગર તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે વિશેષ બંદોબસ્ત જોવા મળ્યો છે. ભક્તો ભક્તિભાવથી વિસર્જન માટે પધાર્યા છે અને તેમના માટે ફાયર વિભાગે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. કૃષ્ણ સાગર તળાવના પાછળના ભાગે આવેલા વન વિભાગની નર્સરી પાસે ગણેશજીની મૂર્તિઓના વિસર્જન માટે ફાયર વિભાગના સ્ટાફ તૈનાત છે. ભક્તો પાસેથી મૂર્તિઓ લઈ ફાયર સ્ટાફ દ્વારા વિધિવત રીતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે.
લોકોની સલામતી અને તળાવમાં અવ્યવસ્થા ન થાય, તે જોતા ફાયર વિભાગે આ પગલાં લીધા છે. ભક્તો પણ આવા સુવ્યવસ્થિત અને સુરક્ષિત વિસર્જનથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ફાયર વિભાગની કામગીરીને બિરદાવી રહ્યાં છે. આમ ગણેશ વિસર્જનના પાવન અવસરે ક્રમબદ્ધ વ્યવસ્થા સાથે ભક્તિ અને શિસ્તનું સુંદર સંયોજન અહીં જોવા મળ્યું છે.
બોટાદ શહેરમાં જાહેરમાં તો કઈક સોસાયટીઓમા તેમજ કેટલાક લોકોએ ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરીને ગણેશ મહોત્સવની ઉજવણી કરતા હોય છે ત્યારે કેટલાક લોકો સ્થાપના કર્યાને ત્રણ દિવસે, ચોથા દિવસે કે આઠમાં દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે લોકો કૃષ્ણ સાગર તળાવ ખાતે આવતા હોય છે ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ સવારથી સાંજ સુધી તળાવ પર રહેશે અને ગણેશ વિસર્જન કરવા આવતા ભક્તો પાસેથી ગણેશજીની મૂર્તિ લઈને ફાયરના જવાનો વિસર્જન કરે છે.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
