News of Tuesday, 2nd September 2025
તાપી જિલ્લામાં કરોડોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનું કૌભાંડ: ત્રણ લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ
ત્રણેય વ્યક્તિઓએ 'ચેરિટી'ના નામે કુલ ₹3.71 કરોડના વ્યવહાર કર્યા : 54 જેટલા વ્યક્તિઓના બેંક ખાતા ખોલાવીને આ નાણાકીય વ્યવહારો આચર્યા

તાપી જિલ્લામાં કરોડો રૂપિયાના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે વાલોડ પોલીસે ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં ભીમપોર ગામના નરેશ ચૌહાણ અને તેમના પત્ની અમિતા ચૌહાણ, તેમજ સુરતના એજન્ટ રુઝલ શાહનો સમાવેશ થાય છે. આ ત્રણેય વ્યક્તિઓએ 'ચેરિટી'ના નામે કુલ ₹3.71 કરોડના વ્યવહાર કર્યા હોવાનું સામે આવ્યું છે. તેમણે 54 જેટલા વ્યક્તિઓના બેંક ખાતા ખોલાવીને આ નાણાકીય વ્યવહારો આચર્યા હતા. પોલીસે આ ગુના અંગે સઘન તપાસ હાથ ધરી છે અને વધુ વિગતો બહાર લાવવા માટે કાર્યવાહી ચાલી રહી છે
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
