તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd September 2025
ખેડબ્રહ્મામાં ઐતિહાસિક 2626 ફૂટની ધજા તૈયાર ;પૂનમના દિવસે અંબાજી મંદિરમાં ચઢાવવામાં આવશે.
'માં અંબે સેવા' કેમ્પ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની વિશ્વ રેકોર્ડ ધજા અંબાજી ખાતે ચઢાવવામાં આવે છે

સાબરકાંઠાના ખેડબ્રહ્માના ચાડા ગામે અમદાવાદની 'માં અંબે સેવા' સંસ્થા દ્વારા છેલ્લા 22 વર્ષથી યાત્રાળુઓ માટે વિસામો યોજવામાં આવે છે. આ વર્ષે, એક અનોખો વિશ્વ રેકોર્ડ સર્જાયો છે, જેમાં 2626 ફૂટ (875 ગજ) લાંબી ધજા તૈયાર કરવામાં આવી છે. આ વિશાળ ધજા ભાદરવી પૂનમના દિવસે અંબાજી મંદિરમાં ચઢાવવામાં આવશે. 'માં અંબે સેવા' કેમ્પ દ્વારા છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની વિશ્વ રેકોર્ડ ધજા અંબાજી ખાતે ચઢાવવામાં આવે છે, જેની શરૂઆત માત્ર 15 ફૂટની ધજાથી થઈ હતી. આ ધજાને બાદમાં બાયડ ખાતેના જય અંબે મંદ બુદ્ધિના બાળકોના આશ્રમને દાન કરવામાં આવશે. આ પ્રસંગે 'બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી અરવલ્લીની ગિરીમાળાઓ ગુંજી ઉઠી હતી અને ભક્તો અંબાજીના રંગમાં રંગાઈ ગયા હતા
(11:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
