<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

સુરતામાં કોંગ્રેસ કાર્યાલય ખાતે તોફાન કરનાર ભાજપના નેતાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ

શહેર કોંગ્રેસ સમિતિએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું

સુરત શહેર કોંગ્રેસ સમિતિએ તાજેતરમાં બનેલી ઘટનાને પગલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનપત્રમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય ખાતે તોફાન કરનાર ભાજપના નેતાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે આ ઘટના દરમિયાન ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ઇન્દિરા ગાંધીના પોસ્ટરો ફાડી નાખ્યા હતા અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસ સમિતિનું કહેવું છે કે આ ગંભીર કૃત્ય હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલે કોંગ્રેસે પોલીસ કમિશનરને નિષ્પક્ષ તપાસ હાથ ધરવા અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય. આ ઘટનાએ સુરતના રાજકીય વર્તુળોમાં ગરમાવો લાવી દીધો છે. 

(12:18 AM IST)