તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 3rd September 2025
શંખેશ્વરના તારાનગર ગામે દારૂબંધી માટે ગ્રામસભાનો સરાહનીય નિર્ણય
દારૂ બનાવતા કે વેચતા પકડાશે તો તેને દંડ ફટકારાશે : દારૂનું સેવન કરનાર વ્યક્તિને પણ ₹11,000 નો દંડ ભરવો પડશે

પાટણના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામે દારૂબંધીને અસરકારક બનાવવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ગામની ગ્રામસભામાં સર્વસંમતિથી એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, જો કોઈ વ્યક્તિ દારૂ બનાવતા કે વેચતા પકડાશે તો તેને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત, દારૂનું સેવન કરનાર વ્યક્તિને પણ ₹11,000 નો દંડ ભરવો પડશે. ગ્રામસભાના આ નિર્ણયનો ઉદ્દેશ ગામમાં દારૂના દૂષણને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો છે, અને આ પગલાને સમાજ સુધારણા માટે એક સકારાત્મક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.
(12:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
